પવિત્ર શ્રાવણ માસમાં ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ સાવરે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આર.ડી.ડાભી,ટીંટોઇ પીએસઆઇ કે.કે.રાઠોડ,કે.આર.દરજી તેમજ પોલીસ સ્ટાફ ,હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યો હતો.ટીંટોઇ ગામના આગેવાનો ચંપાવત પ્રહલાદસિંહ,ચંપાવત મયુરધ્વજસિંહ,સોની કૌશિકભાઈ, પટેલ દિનેશભાઇ,બાંડી રફીકભાઈ,પટેલ હીરાભાઈ,બાંડી કાદરભાઈ,ટીંટોઇયા કાદરભાઈ, વેપારી એસોસિયેશનના પ્રમુખ સોની ગીરીશભાઈ, અરવિંદભાઈ કડિયા,ભાટિયા અશોકભાઈ તેમજ વેપારી મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહનો વિદાય સભારંભનું પણ આયોજ કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ મહિનાથી ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તેમની બદલી ધનસુરા ખાતે થતા ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.રાઠોડ,કે.આર દરજી,અને પોલીસ સ્ટાફ દ્વારા જીતેન્દ્રસિંહને શ્રીફળ અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી