અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સૂચનાના પગલે જીલ્લા એલસીબી પોલીસ સતત જીલ્લામાં ગુન્હાખોરી નાથવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને પ્રોહિબિશન અને જુગાર વરલી-મટકાની બદીને નાથવા દોડાદોડી કરી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 વર્ષ અગાઉ ચોરીના ગુન્હાને અંજામ આપી છેલ્લા 23 વર્ષથી પોલીસને હાથતાળી આપનાર રાજસ્થાની ઘરફોડ ચોરને એલસીબી પોલીસે ભિલોડા બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લીધો હતો 23 વર્ષ અગાઉ ભિલોડામાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચોર જાણે ચોરીની ઘટના ભૂલી ગયો હોય તેમ ભિલોડામાં બિન્દાસ્ત ફરતો રહેતો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા વર્ષ-2000માં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી રમેશ કાવાજી ડામોર (રહે,શકલાલ, ખેરવાડા-રાજ) ભિલોડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસ બસ સ્ટેન્ડ ઉભેલા ઘરફોડ ચોરને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા 23 વર્ષથી પોલીસને હાથતાળી આપતા ઘરફોડ ચોરના મોતિયા મરી ગયા હતા અને ઘરફોડ ચોરીનો ગુન્હો કબૂલી લેતા તેની અટકાયત કરી ભિલોડા પોલીસને સુપ્રત કરતા પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી