સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતક યુવાનને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરાઈ
ભિલોડા તાલુકાના કુડોલ (પાલ) ના તળાવમાં નહાવા પડેલા રાયસિંગપુર ના યુવાન નુ પાણી પી જવાથી મોત નીપજ્યું હતું સ્થાનિક તરવૈયાની મદદથી મૃતક યુવાનની લાશ ને બહાર કાઢી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા તાલુકાના કુડોલ પાલના તળાવમાં રાયસિંગપુરનો અસારી કલ્પેશકુમાર (ઉ.વ.આશરે.૨૩) ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણી વધુ હોઈ અંદર ગરકાવ થઈ જતા યુવાન પાણી પી જતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું .સ્થાનિક તરવૈયાની મદદથી યુવાન ની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.રાયસિંગપુરનો યુવાન કુડોલ પાલ તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી મોત નિપજતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા અને યુવાનના મોતથી પરિવારજનો આક્રંદ વ્યાપ્યો હતો.સ્થાનિક તંત્ર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશનું પંચનામું કરી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.