અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બસપોર્ટ નજીક લિઓ પોલીસ ચોકી સામે એક માનસિક અસ્વસ્થ્ય વ્યક્તિ રોડ પર બેસી જતા લોકોએ ઉભો કરવાનો પ્રયત્ન કરતા પથ્થરો ઝીંકતા ભારે અફડાતફડી મચી હતી રીક્ષા પર પથ્થર મારતા કાચ તૂટી ગયો હતો માનસિક અસ્વસ્થ્ય વ્યક્તિને પોલીસ અને લોકોએ ઝડપી લીધો હતો સતત ટ્રાફિક થી ધમધમતા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો
મોડાસા શહેરના નવ નિર્માણ અત્યાધુનિક બસ પોર્ટ નજીક મોડાસા-ધનસુરા રોડ પર સોમવારે સવારે એક માનસિક અસ્વસ્થ્ય યુવક રોડ પર બેસી અડિંગો જમાવટ અકસ્માતનો ભય પેદા થતા નજીક ઉભા લોકોએ તેને રોડ પરથી હટવાનું સમજાવતા અને હટાવવાનો પ્રયત્ન કરતા માનસિક અસ્વસ્થ્ય વ્યક્તિ આક્રમક બની નજીકમાં પડેલા પથ્થરો ઝીંકાતા લોકોમાં નાસભાગ મચી હતી રોડ પરથી પસાર થતી રીક્ષા પર પથ્થર ઝીંકાતા રિક્ષાનો કાચ તૂટી ગયો હતો લિઓ પોલીસ ચોકીના જવાનો અને સ્થાનિકોએ બળજબરી કરી માનસિક અસ્વસ્થ્ય વ્યક્તિ પર કાબુ મેળવતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો,રાહદારીઓ અને દુકાનદારો તેમજ ફેરિયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો