અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે પ્રોહીબિશનની કામગરી માટે સતત દોડાદોડી કરી રહી છે. ટીંટોઇ પોલીસ અસાલ ગામ નજીક મેઈન હાઇવે રોડ ઉપર પરથી પસાર થતું મહિન્દ્રા કંપનીનું પીકપ ડાલામાંથી ૧.૭૭ લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બે બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ.કે.રાઠોડ અને પીએસઆઇ કે.આર.દરજી અને તેમની ટીમ પેટ્રોલીંગ હાથધરતા અસાલ ગામના બસ સ્ટેન્ડ નજીક મેઈન હાઇવે ઉપરથી પસાર થતું એક મહિન્દ્રા પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભેરલું હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત પીકપ ડાલાની તલાસી લેતા ૬૩૪ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.૧,૭૭,૯૮૬/- નો જથ્થો જપ્ત કરી પીકપ ડાલાનો ચાલક બુટલેગર મોસીન ઉર્ફે બછડો સલીમભાઈ શેખ( રહે. બ્લોક,૪૯ સદભાવના પોલીસ ચોકી પાછળ,ચાર માળિયા,વટવા અમદાવાદ) દબોચી લઈ વિદેશી દારૂ, મહિન્દ્રા કંપનીનું પીકપ ડાલું રજી નંબર જી.જે.૦૧ઈટી.૦૨૯૦ કિંમત રૂ.૪ લાખ તેમજ સેમસંગ કંપનીનો ફોન રૂ.૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૫,૭૮,૪૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી ૧) ભોલાભાઈ રહે.મેલડીમાતા મંદિર જમાલપુર અમદાવાદ) ૨) ભોલાભાઈનો નાનોભાઈ રહે.મેલડીમાતા મંદિર જમાલપુર અમદાવાદ) બંને સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી