શહેરા
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ઼ડેમમાંથી 675 ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે.પાણી છોડવામા આવતા ખેડુતોમા ખુશી વ્યાપી ગઈ છે. હાલમાં ગુજરાતમાં વરસાદ ખેચાતા ખેડુતોને પાક સુકાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે કેનાલમાં પાણી છોડાતા પાકને જીવતદાન મળ્યુ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલો છે. હાલમા સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેચાયો છે. વરસાદ ખેચાતા ખાસ કરીને વધારે ચિંતાતુર ખેડુતો બન્યા છે. આ વિસ્તારમાં ડાંગર,મકાઈ સહિતનો પાક સુકાવાની અણી પર આવી ગયો છે.ખેડુતો દ્વારા સિંચાઈનુ પાણી આપવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.પાનમસિંચાઈનુ પાણી પંચમહાલના શહેરા.ગોધરા અને મહિસાગર જીલ્લાના લુણાવાડાના કેટલાક ગામોને મળે છે.વરસાદ ખેચાતા ખેડુતો ચિંતાતુર બન્યા હતા. પાનમ સિંચાઈ દ્વારા પાણી છોડવામા આવે તેવી માંગ ખેડુતો તરફથી કરવામા આવી હતી.પાનમ વિભાગ દ્વારા 675 ક્યુસેક પાણી છોડવામા આવ્યુ હોવાની જાણકારી મળી હતી. આ લુણાવાડા અને શહેરા વિસ્તારમા ડાંગરનો પાક મોટા પ્રમાણમાં થાય છે. આ પાકને પાણીની વધારે જરુર હોય છે.પાણી છોડાતા પાનમ કેનાલ બે કાઠે વહી હતી. અને ખેડુતોએ ખુશી વ્યકત કરી હતી