અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે ક્રૂર મઝાક પીએમ કિસાનના નામે કરવામાં આવે છે કે શું?
PM Kisan ની નોંધણીને લઇને કર્મચારીઓ શું કરે છે તે સવાલ
નોંધણી થયા પછી કોઈ જ ફોલો અપ લેવાતું જ નથી કે શું
કલેક્ટરે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે ખેતીવાડી વિભાગની મુલાકાત લેવી જોઈએ
પીએમ કિસાનની કામગીરીને લઇને કોણ નોંધણી કરે છે તેની ચકાસણી કરવી જરૂરી
કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક પગભર કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિઘી યોજના અમલી મુકી છે, પણ આ યોજનાની અમલવારીમાં ના તો ઉચ્ચ અધિકારીઓને રસ છે ના તો તેમની નીચે કામ કરતા અન્ય અધિકારી કે કર્મચારીને. આ લોકોને માત્રને માત્ર ખો પર ખો આપવામાં મજા આવતી હોય તેવું લાગે છે. ખેડૂત રજૂઆત કરવા જાય ત્યારે આશ્વાસન માટે નાટક કરવાનું ત્યારબાદ રાત ગઈ બાત ગઈ, તેવી સ્થિતિ જેવો ઘાટ ઘડાય છે.
પહેલા નોંધણી કરાવવા માટે પંચાયતમાં જવુ પડતું હતું, પણ હવે ખેડૂતોએ જાતે જ અરજી કરવી પડતી હોય છે, પણ અધિકારીઓને તે ખ્યાલ જ નથી કે, હવે શું કરવું. ખેડૂતોએ પોર્ટલ પર કરેલી અરજીનો તેઓ ફિક્સ ડિપોઝિટની જેમ સંગ્રહ કરી રાખે છે, જ્યારે તાલુકા કક્ષાએથી તપાસ કરીને જિલ્લા કક્ષાએ જઈને પૂછે તો ગોળ-ગોળ જવાબ આપી દેવામાં કોમ્પ્યુટર ઓપરેટર અને અધિકારીઓ હોંશિયાર થઈ ગયા છે, અને બિચારો ખેડૂત લાચાર જ બનતો જાય છે.
હવે જ્યારે ખેડૂતો જાતે અરજી કરે છે તો જિલ્લા પંચાયત ખેતીવાડીનો સંપર્ક કરે તો જાણે થાક લાગી ગયો હોય તેમ હા….. બોલો…. પછી કહી દેતા હોય છે કે, તે’તો તાલુકા પંચાયતની સમિતી રીપોર્ટ આપશે ત્યારે થશે.. અરે સાહેબ જે અરજી તાલુકા પંચાયતથી અપ્રુવ્ડ થઈ ગઈ હોય અને જિલ્લા પંચાયત પહોંચી હોય તો પાછી તાલુકા પંચાયત કેમ મોકલવી પડે ? એટલું જ નહીં જો તાલુકા પંચાયત ખાતેથી રીપોર્ટ આવવાનો હોય તો ડિજિટલ વ્યવસ્થામાં વાર કેમ લાગે છે..
તમે તો વર્ષ 2021ની ઓનલાઈન અરજીઓ પણ ખોઈ નાખી !!
Advertisement
ખેડૂતોએ વર્ષ 2023માં જૂન મહિનામાં ફરીથી અરજી ઓનલાઈન કરી હતી, કારણ કે, કામ ઝડપી થાય પણ હવે ફરીથી સપ્ટેમ્બર મહિનો થવા આવ્યો પણ અરજી અંગે અધિકારીઓને કોઈ જ ખ્યાલ નથી અને માત્રને માત્ર ખો પર ખો આપવા માટે જાણે ટેવાઈ ગયા હોય તેવું લાગે છે. (Farmer Id – 588509105365, 214745625215)