અરવલ્લી જીલ્લામાં ડેન્ગ્યુ અને શંકાસ્પદ ડેન્ગ્યુંના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ડેન્ગ્યુ ઘાતક બનતા લોકો રીતસરના ફફડી ઉઠ્યા છે જીલ્લાના પ્રજાજનો વાઇરલ ફીવરનો ભોગ બની રહ્યા છે ખાનગી ક્લીનક અને દવાખાનાઓ વાઇરલ બીમારી થી ઉભરાઈ રહ્યા છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શંકાસ્પદ ડેન્ગ્યુંના રોગચાળાએ કહેર મચાવતા ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવાતી 25 વર્ષીય ગર્ભવતી નર્સને શંકાસ્પદ ડેન્ગ્યું થી મોત નિપજતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે આરોગ્ય કર્મી મહિલાને શંકાસ્પદ ડેન્ગ્યુ ભરખી જતા આરોગ્ય વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,મોડાસા અર્બન હોસ્પિટલમાં ફરજ બજાવતા 25 વર્ષીય રીનાબેન કીર્તનભાઈ બામણીયા નામના સ્ટાફ નર્સને તાવ આવતા શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જણાતા બે ત્રણ દિવસથી રજા પર ઉતરી તેમની લુણાવાડા નજીક આવેલ સાસરીમાં આરામ કરવા ગયા હતા ગઈકાલે સવારે અચાનક નર્સને ઠંડી ચઢતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા તબીબની સારવાર કારાગત નીવડે તે પહેલા નર્સનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું નર્સનું શંકાસ્પદ ડેન્ગ્યુંથી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મોડાસા અર્બન સેંટરના આશાસ્પદ નર્સનું તાવ આવ્યા બાદ મોત નિપજતા મોડાસા અર્બન સેન્ટર અને અન્ય આરોગ્ય કાર્મીઓ લુણાવાડા નર્સના અંતિમ દર્શન કરવા દોડી ગયા હતા મહિલા નર્સનું શંકાસ્પદ ડેન્ગ્યુંથી મોત થતા આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચ્યો છે
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો હોવા છતાં આરોગ્ય વિભાગ સબ સલામતની આલબેલ પોકારી રહ્યું છે. જીલ્લામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 100થી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે મોડાસા અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા નર્સને ડેન્ગ્યુ ભરખી જતા આરોગ્ય તંત્ર સામે રોષ ભભૂક્યો છે. જીલ્લા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી કરી રોગચાળાને કાબુ માં લે તેવી લોક માંગ પ્રબળ બની છે