26 C
Ahmedabad
Monday, December 4, 2023

બુટલેગરો મરણીયા બન્યા : શામળાજી પોલીસે પીકઅપ ડાલામાં લીલા મરચાની આડમાં સંતાડેલ 4.78 લાખના દારૂ સાથે એકને દબોચ્યો


 

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે પીકઅપ ડાલામાં લીલા મરચાની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પર્દાફાશ કરી પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂની 2088 બોટલ સાથે રૂ.9.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયાને ઝડપી લીધો હતો

Advertisement

શામળાજી પીએસઆઈ દેસાઈ અને વાઘેલાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરવાની સાથે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી વિવિધ વાહનોમાંથી સતત વિદેશી દારૂ ઝડપી બુટલેગરો પર તવાઈ બોલાવી છે રાજસ્થાન તરફથી પીકઅપ ડાલામાં લીલા મરચાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમી આધારિત પીકઅપ ડાલું આવતા અટકાવી તલાસી લેતા પીકઅપ ડાલામાં મરચાની બેગ પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-2088 કીં.રૂ.478560/- નો જથ્થો જપ્ત કરી ચાલક અશોક બુદ્ધિપ્રકાશ જાંગીડ (રહે,જયપુર-રાજ) ને દબોચી લઈ વિદેશી દારૂ,મોબાઈલ અને પીકઅપ ડાલુ મળી રૂ.9.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ડાલામાં દારૂ ભરી આપનાર રાજસ્થાન સીકરના બુટલેગર રાજેશ ભીમારામ ચૌધરી અને તેની સાથે રહેલા બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!