26 C
Ahmedabad
Saturday, December 9, 2023

ખાખીને સલામ : માલપુરના ગ્રામ્ય વિસ્તારનો યુવક આત્મહત્યા કરવા નીકળ્યો,માલપુર PSI એસ.ડી.માળી અને તેમની ટીમે બચાવી લીધો


અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ માલપુર PSI એસ.ડી.માળી અને તેમની ટીમે આત્મહત્યા કરવા નીકળેલ યુવકને મહામહેનતે બચાવી લીધો

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા તત્કાલીન પોલીસવડા સંજય ખરાત જીલ્લામાં સતત આત્મહત્યાના બનાવોથી વ્યથીત થઇ જીવન આસ્થાના સહયોગથી જીલ્લામાં જનજાગૃતિ સેમિનાર આયોજન કરી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા હોવાની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ દ્વારા પીડિતને હૂંફ આપવા માટે તાકીદ કરી હતી માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક યુવક ઘર કંકાસના પગલે ઘરેથી આત્મહત્યા કરવા નીકળી જતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા યુવકના ભાઈએ સમગ્ર ઘટના અંગે માલપુર પોલીસને જાણ કરતા પીએસઆઈ માળી અને તેમની ટીમે જીંદગી ટૂંકાવવા નીકળેલ યુવકના મોબાઈલ લોકેશનના આધારે સતત પીછો કરી સાકરીયા નજીકથી આત્મહત્યા કરતો બચાવી લેતા પરિવારે માલપુર પોલીસની સરાહના કરી રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement

માલપુર PSI એસ.ડી.માળીને માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો એક યુવક ઘરેલુ ઝગડાઓથી કંટાળી ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવા નીકળ્યો હોવાની જાણ યુવકના ભાઈએ કરતા પીએસઆઈ માળી અને તેમની ટીમે આત્મહત્યા કરવા નીકળેલ યુવક પાસે મોબાઈલ હોવાથી હાશ થઇ હતી અને તાબડતોડ યુવકને આત્મહત્યા કરતો અટકાવવા સંભવીત સ્થળ પર શોધખોળ હાથધરી કંપની પાસેથી મોબાઈલ લોકેશન મેળવતા યુવક મોડાસા હોવાની જાણ થતા એક ટીમ મોડાસા મોકલી આપી હતી જો કે યુવકે મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા લોકેશન સ્થળ પર પોલીસ પહોંચે તે પહેલા યુવક સ્થળ છોડી દેતા પોલીસ નિરાશ બની હતી જો કે પોલીસે સતત મોબાઈલ લોકેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આત્મહત્યા કરવા નીકળેલ યુવક સતત મોબાઈલ સ્વીચ ઓફ સ્વીચ ઓન કરતો હોવાથી પોલીસની પોલીસે આશા છોડી ન હતી યુવકનું લોકેશન સાકરીયા મળતા પોલીસ તાબડતોડ સાકરીયા પહોંચી યુવકને આત્મહત્યા કરતો અટકાવી લીધો હતો

Advertisement

માલપુર પોલીસ આત્મહત્યા કરવા નીકળેલ યુવકને માલપુર પોલીસ સ્ટેશન લઇ આવી PSI એસ.ડી.માળીએ સાંત્વના આપી યુવકનું કાઉન્સલીંગ કરી યુવકને જીવન આસ્થા હેલ્પલાઈનના કાઉન્સિલર જોડે કાઉન્સલીંગ કરાવતા ગૃહ કંકાસથી ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકે જીંદગી અનમોલ હોવાનો અહેસાસ થતા અને ડિપ્રેશનમાંથી બહાર આવતા હવે આત્મહત્યા નહીં કરેની હૈયાધારણા આપતા પોલીસે પરિવારજનોને બોલાવી પરિવારજનો સાથે પણ કાઉન્સલીંગ કરાવી યુવકનું મિલન કરાવતા પરિવારજનોની આંખોમાંથી હર્ષની અશ્રુધારા વહી હતી અને આત્મહત્યા કરવા નીકળેલ યુવક અને તેના પરિવારજનોએ માલપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!