ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂની ડિમાન્ડ મોટા પ્રમાણમાં રહે છે વિદેશી દારૂના વેપલામાં તગડો નફો રહેલો હોવાથી લબરમૂછિયા યુવકો બુટલેગરો બની રહ્યા છે દારૂની હેરાફેરીમાં યુવા બુટલેગરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ સરહદના પગલે બોર્ડર વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણમાં અનેક યુવાનો જીંદગી બરબાદ કરી રહ્યા છે ભિલોડા પોલીસે સીલાદ્રી ગામ નજીક પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવી 144 બોટલ દારૂ ઝડપી લીધો હતો પોલીસજીપ જોઈ ફરાર બુટલેગરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ભાણમેર ગામનો મનસુખ બાલુ અસોડા નામનો બુટલેગર પલ્સર બાઈક પર રાજસ્થાનથી કોથળમાં વિદેશી દારૂ ભરી જેતપુર થી સીલાદ્રી ગામના કાચા રસ્તા પરથી પસાર થવાનો બાતમી મળતા પોલીસ નાકાબંધી કરી વોચ ગોઠવતા બુટલેગર પોલીસ નાકાબંધી જોઈ રોડ પર બાઈક ફેંકી ફરાર થઇ જતા પોલીસે પલ્સર બાઈકનો કબ્જો લઈ કંતાનના કોથળમાં સંતાડેલ વિદેશી દારુની બોટલ નંગ-144 કીં.રૂ.43200/- અને બાઈક મળી રૂ.63 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર મનસુખ બાલુ અસોડા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા