પિકઅપ ડાલુ મુકીને ભાગી છુટેલા બે કસાઈઓને આંબલીયારા પોલીસે દબોચ્યા
બાયડ તાલુકાના લીંબ નજીક કતલખાને લઈ જવાના ઇરાદે ચાર ગાયો ભરીને પીકઅપ ડાલું પસાર થવાનું છે તેવી બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ વાહન આંતરીને તપાસ હાથ ધરતાં તેમાંથી મરણતોલ હાલતમાં બાંધેલી ચાર ગાયો મળી આવી હતી જોકે વાહન ચાલક અને કસાઈઓ ડાલું મુકી ભાગી છુટયા હતા.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના લીંબ ગામ પાસેથી પીકપ ડાલામાં ભરીને કતલખાને લઈ જવાના ઇરાદે વાહન પસાર થવાનું છે તેવી વાતમી જીવદયા પ્રેમીઓએ પીછો કરતાં કસાઈઓ રસ્તામાં ડાલું મુકીને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
જીવદયાપ્રેમીઓએ ડાલામાં તપાસ હાથ ધરતાં અંદર મરણતોલ હાલતમાં મુશ્કેટાટ દોરડાથી બાંધેલી ચાર ગાયો મળી આવી હતી સ્થળે જોતજોતામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની આંબલીયારા પોલીસને જાણ કરવામાં આવતા આંબલીયારા પોલીસે ઘટના સ્થળે પહોંચી પીક અપ ડાલુ તથા ગાયો મળી કુલ રૂપિયા 3.20 લાખનો મુદ્દામાલ કબજે લઈ કસાઈઓની તપાસ હાથ ધરતાં બે કસાઈઓ (૧) ઝાઉલ જાકીર મુલતાની ( ૨) સુમેર ગુલાબ મુલતાની રહે રાણા સૈયદ તા મોડાસાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાયોને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી