શ્રાવણ માસમાં 36,હજાર છત્રો -બટુકો ને પ્રીતિભોજન આપવાનો સંકલ્પ.-આ સેવક દ્વારા ગુજરાતના જુદા જુદા સ્થળોએ આઠ શિવાલય અને છ આદ્યશક્તિ મહાકાલીના મંદિરો ની સ્થાપના
મોડાસા તાલુકા ના સરડોઈ ગામના આદ્યશક્તિ ચામુંડા -મહાકાલી મંદિરના પ્રથમ મુસ્લિમ દાતા ધોળકા ના નાની બોરુ ગામના વતની હબીબભાઈ હસનભાઈ હાલાણી સને 1984થી સનાતન ધર્મ સાથે જોડાયેલ છે. ગુજરાતના જુદા જુદા સ્થળોએ આઠ શિવાલય અને છ આદ્યશક્તિ મહાકાલી માતાજીના મંદિરોના નિર્માણ માં તન, મન, ધન નું દાન આપી અગ્રેસર રહેલ છે.
સરડોઇની અરવલ્લીની ગિરીમાળા ઉપર નિર્માણ પામેલ આદ્યશક્તિ ચામુંડા -મહાકાલી અને મોહનેશ્વર મહાદેવમંદિર ની સ્થાપના તથા ડુંગર ઉપર ચઢવાના પગથિયાં બનાવવા માટે પણ હબીબભાઈ એ ઉદાર હાથે સખાવત આપેલ છે. શ્રાવણ માસમાં છત્રીસ હજાર વિદ્યાર્થીઓને બટુક ભોજન આપવાનો સંકલ્પ કરેલ હોવાથી સરડોઈ પ્રાથમિક શાળા માં પણ તેઓએ રૂબરૂ આવી પાકુ ભોજન આપી વિદ્યાર્થીઓને જમાડ્યા હતા. ગુજરાતની અનેક શાળાઓના વિદ્યાર્થી ઓ ઉપરાંત શિક્ષક ભાઈ -બહેનોનું શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું આદ્યશક્તિ મહાકાલી અને શિવજીના ઉપાસક આ સેવકને બ્લડ કેન્સર થયું હતું. પરંતુ શિવ શક્તિ ની ઉપાસના થી આવા અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મેળવેલ છે સર્વધર્મ સદભાવના ને વરેલા આ મુસ્લિમ ખોજા જમાત ના સેવક નો પરિવાર પણ સનાતન ધર્મ અને માનવધર્મ ના પ્રચાર -પ્રસાર અર્થે હંમેશાક્ટિબદ્ધ રહેલ છે. મોટાભાઈ બદ્રીભાઈ હાલાણી તેમજ રાજુભાઈ હાલાણી બન્ને ભાઈઓ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓના વિકસાર્થે દાનની સરવાણી વહેવડાવી રહેલ છે. તા.9મી સપ્ટેમ્બર ની સરડોઈ ગામની મુલાકાત વખતે ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ, સરડોઈ પ્રાથમિક શાળા પરિવાર, સરડોઈ કેળવણી મંડળ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એ સેવા ના ભેખધારી હબીબભાઈ ના આ અભિગમને બિરદાવી પુષ્પહાર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું.