અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બની છે બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે ધબધબાતી બોલવી છે શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ આંતરરાજ્ય સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી સતત વીદેશી દારૂ ઝડપી બૂટલેગરો પર તવાઈ બોલવી છે શામળાજી પોલીસે સોનાસણ ગામ નજીક 89 હજારથી વધુનો વિદેશી દારૂ ભરી પસાર થતી બોલેરો જીપને ચાલક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વીંછીવાડાના બુટલેગર શૈલેષ કટારા અને તેના બે સાગરીતોએ જીપમાં બિયર ટીન મોડાસાના જયેશ નામના બુટલેગરને આપવા ભરી આપ્યા હતા
શામળાજી પોલીસ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ આંતરરાજ્ય બોબીમાતા સરહદ પર પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી જીપ સોનાસણ ગામ તરફ આવી રહી હોવાની બાતમી મળતા પીસીઆર વેનને જાણ કરતા સોનાસણ ગામ નજીક વોચ ગોઠવી બોલેરો જીપનો ચાલક અને તેનો સાથીદાર પીસીઆર વેન જોઈ જીપ ઉભી રાખી અંધારામાં ઝાડી-ઝાંખરા દોટ લગાવતા પોલીસે પીછો કરી જીપ ચાલક પ્રવીણ શંકાર ફલેજા (રહે,રતનપુર-રાજ) ને દબોચી લઇ જીપમાંથી 744 બિયર ટીન કીં.રૂ.89280/- ,જીપ સહીત 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જીપમાંથી ફરાર શખ્સ, જીપમાં દારૂ ભરી આપનાર શૈલેશ કટારા(રહે,મોદર-રાજ) અન્ય સ્કોર્પિઓમાં આવેલ બે શખ્સ અને વિદેશી દારૂ મંગાવનાર મોડાસાના જયેશ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા