ગોધરા,
પંચમહાલ જીલ્લાની ભાજપ શાસિત શહેરા નગરપાલિકાની પહેલી ટર્મ પુરી થઈ હતી.આજે બીજી ટર્મ માટે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ અન ઉપપ્રમુખની ચુટણી યોજાઈ હતી.જેમા પ્રમુખ તરીકે રચનાબેન જીગ્નેશકુમાર શાહ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ સોલંકીની વરણી કરવામા આવી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવામા આવી હતી.ગોધરા નગરપાલિકાની ચુટણીમા ગોધરા નગરપાલિકાની અઢીવર્ષની ટર્મ પુરી થતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુટણી યોજાઈ હતી. જેમા પ્રમુખ તરીકે જયેશભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ લાલવાણીની વરણી કરવામા આવી હતી.
– શહેરામાં મહિલા પ્રમુખ તરીકે રચનાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ સોલંકી
શહેરા નગરપાલિકામાં પ્રમુખ અન ઉપપ્રમુખની પહેલી ટર્મ સમાપ્ત થઈ જતા સોમવારના 12મી એપ્રિલના રોજ ચુટણી યોજાઈ હતી શહેરાનગરપાલિકાના પ્રમુખનો તાજ પહેરશે તેવી અટકળો ચાલી હતી.જેમા આખરે મેન્ડેટ ખોલતા પ્રમુખ પદ મહિલા કોર્પોરેટર રચનાબેન શાહના નામની જાહેરાત કરવામા આવી હતી. તેમજ ઉપપ્રમુખ પદ તરીકે મહેન્દ્રસિંહ સોલંકીનુ નામ જાહેર કરવામા આવ્યુ હતુ.અન્ય હોદ્દાઓની વરણી કરવામા આવી હતી.જેમા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સુરેશભાઈ બારીયા અને શાસક પક્ષના નેતા તરીકે રૂપસિંહ બારીઆની વરણી થઈ હતી.
– ગોધરાનગરપાલિકામાં પ્રમુખ તરીકે જયેશ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ લાલવાણીની વરણી
ગોધરા નગરપાલિકાની અઢીવર્ષની ટર્મ પુરી થતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુટણી યોજાઈ હતી. જેમા પ્રમુખ તરીકે જયેશભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ લાલવાણીની વરણી કરવામા આવી હતી. આ બધાની વચ્ચે ગોધરા વોર્ડ નંબર એકના કોર્પોરેટર હંસાબેન વાઘેલા દ્વારા રાજીનામુ આપવામા આવ્યુ હતુ. પ્રમુખ અન ઉપપ્રમુખની ચુટણીબાદ સૌ કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવામા આવ્યા હતા.