સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ ના પાંચ સૂત્ર સાથે કાર્યરત સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા દ્વારા સંસ્કારલક્ષી પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦ થી વધુ શાળાઓ તેમજ કુલ ૨૭ ટીમોના બાળકોએ ભાગ લીધો હતો.બાળકોમાં રાષ્ટ્રીય ચેતના નું સ્તર ઉચ્ચ રહે, રાષ્ટ્ર પ્રેમ જાગૃત થાય તેમજ સંસ્કારો નું સિંચન થાય તે હેતુ થી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.કાર્યક્રમમાં એન.આર.એ વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય લાભુભાઈ પંડ્યા, મધ્ય પ્રાંત પ્રમુખ ફાલ્ગુનભાઈ વોરા, વલ્લભભાઈ રામાણી, વિભાગીય મંત્રી નિકેશભાઈ સંખેસરા, ભીખુદાનભાઈ ગઢવી, પ્રકાશભાઈ સડાત, ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, સંયોજક શૈલેષભાઈ સોની, સહ સંયોજક રમેશભાઈ પંચાલ સહિત હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.