Mera Gujarat નો મોડાસા નગરપાલિકા પ્રમુખનો તાજ યુવા કોર્પોરેટર ના શિરેના સમાચાર સચોટ પૂરાવાર થયા
Advertisement
મોડાસા નગરપાલિકાના સભાખંડમાં આગામી અઢી વર્ષના સત્ર માટેના પ્રમુખ તથા ઉપ પ્રમુખની ચૂંટણી ચૂંટણી અધિકારી યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠને નક્કી કરેલા પ્રમુખ-ઉપ પ્રમુખના વિજય થયો હતો જયારે કોંગ્રેસ અને AMIMના પ્રમુખ-ઉપ પ્રમુખના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો નવી ટર્મ માટે ભાજપે યુવા કોર્પોરેટર પર વિશ્વાસ વ્યક્ત કરી પ્રમુખ પદ માટે નીરજ શેઠની નિમણુંક કરી હતી
મોડાસા નગરપાલિકાના 16માં પ્રમુખ તરીકે નીરજ શેઠ અને ઉપ પ્રમુખ તરીકે રોહિત પટેલની વરણી કરવામાં આવી હતી જયારે કારોબારી અધ્યક્ષ તરીકે અતુલ જોશીની વરણી કરવામાં આવી હતી પ્રમુખ-ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષને ફુલહાર પહેરાવી તેમના સમર્થકોએ સ્વાગત કર્યું હતું મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે શહેરનો ઝડપી અને સ્વચ્છ વિકાસ કરવાનો હુંકાર કર્યો હતો અને સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી પ્રમુખ ઉપ પ્રમુખનું ગૂંચવાયેલ કોકડું ઉકેલાઈ ગયું હતું