અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની શ્રીનાથ સોસાયટીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોર ત્રાટકી ઘરમાં રહેલ એસી,ગીઝર સહીત અન્ય લાખ્ખો રૂપિયાના ઘરવખરીની ચોરીની ઘટના ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ટાઉન પોલીસે વિવિધ ટિમો બનાવી ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી સ્વીફ્ટ કારમાં ચોરી કરેલ એસી વેચવા નીકળેલ મોડાસાના બે ઘરફોડ ચોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટીના બંધ મકાનમાંથી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાના પગલે વિવિધ ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી તપાસનો ધમધમાટ શરૂ કરતા ઘરફોડ ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ કારમાં બંધ મકાનમાંથી ચોરી કરેલ એસી વેચવા બે ચોર સર્વોદય નગર ખાડા વિસ્તારમાંથી બજારમાં નીકળ્યા હોવાની બાતમી મળતા વોચ ગોઠવી સ્વીફ્ટ કાર સાથે ધર્મેશનાથ મેરૂનાથ મદારી (રહે, સર્વોદય નગર, ડુંગરી) અને પ્રિતેશ મહેન્દ્ર ભગોરા (રહે,નાના કંથારીયા હાલ રહે,હરી સિદ્ધ સોસાયટી,માલપુર રોડ-મોડાસા) ને દબોચી લઇ કારમાંથી ચોરી કરેલ એસી તેમજ અન્ય માલસામાન રિકવર કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બંને ચોરે દશામાંના વ્રતના છેલ્લા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લીધું હતું