21 C
Ahmedabad
Tuesday, December 5, 2023

અરવલ્લી : મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બકરાં ચરાવતી સગીરા પર નરાધમે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે દબોચ્યો


બળાત્કારનો ભોગ બનેલ સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પરિવાર સારવાર અર્થે મેઘરજ સરકારી દવાખાને જતા સગીરાની સ્થિતિ જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લામાં બાળકીઓ,સગીરાઓ,મહિલાઓ પર બળાત્કાર ગુજારવાની ઘટનાનોનો ગ્રાફ સતત વધતા ભયનો માહોલ સર્જાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં બકરા ચરવાતી સગીરાને જોઈ રોડ પરથી બાઈક લઈ પસાર થતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા સગીરાને ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગાયવાછરડાના હવશખોરને મેઘરજ પોલીસે ગણતરીના કલાકોમાં ભિલોડા તેના મિત્રના ઘેરથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો હવસખોર લાચાર સગીરા પર હેવાન બની તૂટી પડતા ગંભીર ઈજાઓ પહોંચતા મેઘરજ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાઇ હતી

Advertisement

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ નજીક ખેતરમાં એક પરિવારની દીકરી બકરાં ચરાવવા ગઈ હતી સગીરાને ખેતરમાં બકરા ચરાવતી જોઈ એકલતાનો લાભ લઇ રોડ પરથી બાઈક લઇ પસાર થતા ગાયવાછરડા ના હેવાન 23 વર્ષીય સંદીપ નરસિંહ ફનાતને મનમાં હવસનો
રાક્ષસ પેદા થતા બાઈક ઝાડ નીચે ઉભી રાખી સગીરાનું મોઢું દબાવી તૂટી પડ્યો હતો સગીરાની હાલત લોહી લુહાણ થઇ હતી નરાધમ યુવકે દુષ્કર્મ આચાર્યા બાદ આ અંગે કોઈ ને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જતા સગીરા ડરી ગઈ હતી સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતા તાબડતોડ મેઘરજ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી હતી સગીરાની સ્થિતિ જોઈ તબીબ પણ દ્રવી ઉઠ્યા હતા સગીરાના વાલીએ સમગ્ર ઘટના અંગે જણાવતા તબીબે મેઘરજ પોલીસને ફોન કરી જાણ કરતા મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોસ્કો અને દુષ્કર્મ અંગે સંદીપ નરસિંહ ફનાત સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

Advertisement

મેઘરજ પોલીસે દુષ્કર્મી યુવક સંદીપ નરસિંહ ફનાતને ઝડપી
પાડવા તેના ઘરે સહીત તપાસ હાથધરી હતી યુવકના મોબાઈલ નંબરનું લોકેશન ભિલોડા તાલુકાના કમઠાડીયા ગામમાં મળતા ભિલોડા પોલીસને જાણ કરી મેઘરજ અને ભિલોડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી બળાત્કારી યુવકને તેના મિત્ર બિપિન ખરાડીના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!