અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે ઓડ ગામ નજીક અલ્ટો કારમાંથી 156 વિદેશી દારૂની બોટલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અલ્ટો કારને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા ઓડ ગામ નજીક પહોંચતા બોરનાલા આંતરરાજ્ય સરહદ તરફથી વિદેશી દારૂ ભરીને આવતી અલ્ટો કાર ચાલક બુટલેગર પોલીસજીપ જોઈ બ્રેક મારી રિવર્સ કાર લઇ રફુચક્કર થવામાં નિષ્ફ્ળ રહેતા પોલીસ પહોંચે તે પહેલા કારમાં રહેલા બે બુટલેગર ઝાડી-ઝાંખરામાં થઇ ફરાર થઈ જતા પોલીસે બિન વારસી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-156 કીં.રૂ. 100680/- તેમજ કાર અને મોબાઈલ મળી રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં રહેલા બે અજાણ્યા બુટલેગર અને અલ્ટો કાર માલિક અશોક નવલરામ કલાલ (રહે,કરાવલી-ઉદેપુર,રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા