29.4 C
Gujarat
Friday, August 7, 2026
Home સ્પોર્ટ્સ અરવલ્લીઃ મેઢાસણ મુકામે યોજાયેલી અંડર ૧૭,૧૯ જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં બાયડની જીતપુર...

અરવલ્લીઃ મેઢાસણ મુકામે યોજાયેલી અંડર ૧૭,૧૯ જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં બાયડની જીતપુર હાઈસ્કુલના ખેલાડીઓએ મેદાન માર્યું

0
402

બાયડ તાલુકાની જીતપુર હાઈસ્કુલના ખેલાડીઓ જીલ્લા કક્ષાએ અંડર ૧૭, ૧૯ કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બની રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

૬૭’મી અખિલ ભારતીય રમતોની મેઢાસણ મુકામે જીલ્લા કક્ષાની અંડર ૧૭ અને અંડર ૧૯ ભાઈઓની કબડ્ડી રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જીતપુર હાઈસ્કુલના ખેલાડીઓએ બાયડ તાલુકાની ટિમમાં ભાગ લઈ મોડાસા તાલુકાની ટિમ ને ફાઈનલમાં હરાવી અંડર ૧૯ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને અંડર ૧૭ માં ભિલોડા તાલુકાની ટિમને હરાવીને ફાઇનલમાં જીત પ્રાપ્ત કરી હતી.

આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે. તે બદલ જીતપુર કેળવણી મંડળ, શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફ, અને કોચ પ્રતિક દરજી, પ્રવિણ પરમાર, પ્રથમ ગોસ્વામી એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મેનેજર મયંક પટેલ ટિમને રાજ્યકક્ષાએ પણ વિજયી બનાવે તેવા આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!