અરવલ્લી જીલ્લાના બાયડ પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું હતું અનેક લોકોના ચૂલા પણ સળગ્યા ન હતા ત્યારે નિરાશ્રિતોની હાલત દયનિય બનતા પોલીસ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે ખસેડવાની કામગીરી સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોઝ વે અને ડીપ પર પાણી ફરી વળતા જાનહાની ન થાય તે માટે ખડેપગે ઉભી રહી હતી સાઠંબા પોલીસે નિરાશ્રિતોને ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા મહેંકાવી હતી
સાઠંબા પોલીસે ભારે વરસાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવણી વચ્ચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નિરાશ્રિતોની ચિંતા કરી સાંજે ફૂડ પેકેટ તૈયાર કરી નિરાશ્રીતોના સ્થળે પહોંચી ફૂડ પેકેટનું વિતરણ કરતા નિરાશ્રિતોમાં આનંદ છવાયો હતો ધોધમાર વરસાદ પછી લાચાર નિરાશ્રીતોને પોલીસે શોધી શોધી ફૂડ પેકેટ વિતરણ કરતા લોકોએ પોલીસતંત્રની કામગીરીની ભારે સરાહના કરી હતી અરવલ્લી સહીત સાઠંબા પોલીસે “MAY I HELP U”નું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કર્યું હતું