બાયડના બસ સ્ટેશન સામે આવેલા મોબાઈલની દુકાનમાં ગ્રાહક મોબાઈલ રીપેરીંગ કરવા આવ્યો હતો ત્યારે કાચના કબાટમાં મુકેલ ઈયર ફોન ચોરી કરી પલાયન થઈ ગયો હતો
તા.૧૪-૯-૨૦૨૩ના બપોરના સુમારે એક ગ્રાહક મારૂતી મોબાઈલની દુકાનમાં મોબાઈલ બગડતા રીપેરીંગ કરવા માટે આવ્યો હતો ત્યારે દુકાન માલીક સોનુભાઈ અરોરા તેનો મોબાઈલ લઈ ને રીપેરીંગ કરતા હતા ત્યારે આ ચોર ઈસમ દુકાનના ભાગે લગાવેલ કાચના કબાટમાં બોક્ષ પેકીંગ સાથે ઈયર ફોન ચોરી કરી પલાયન થયો ગયો હતો તે દિવસે દુકાનમાં ઈયરફોન બાબતે તપાસ કરતા ઈયરફોન દુકાનમાં મળેલ ન હતો ત્યારે દુકાન માલીકે બીજા દિવસે સી.સી.ટી.વી કેમેરામાં તપાસ કરતા ત્યારે માલુમ પડયો કે તા.૧૪-૯-૨૦૨૩ના બપોરના મારે જે ઈસમ મોબાઈલ રીપેરીંગ કરવા આવ્યો હતો ત્યારે આ ચોર ઈસમ ઈયરફોન ચોરી કરી પલાયન થઈ ગયો હતો દુકાન માલીકે સી.સી.ટી.વી કેમેરામાં ચોર ઈસમ ચોરી કરતો કેદ
થયેલો દેખાય છે.
અરવલ્લીઃ બાયડના બસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ શોપમાંથી ઈયરફોન ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં થયો કેદ
Advertisement
Advertisement