અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે દોડાદોડી કરી રહી છે જીલ્લા પોલીસતંત્રએ છેલ્લા 20 દિવસમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી લીધો છે માલપુર પોલીસે ઇકો કારનો ફિલ્મીઢબે પીછો કરી સાતરડા ડામોરના મુવાડા નજીકથી 1.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
માલપુર પીએસઆઈ એસ.ડી.માળી અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ યોજી બાતમીદારો સક્રિય કરતા મેઘરજ તરફથી દારૂ ભરેલી ઇકો કાર માલપુર આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત ઇકો કાર આવતા અટકાવવા ઈશારો કરતા બુટલેગરે ઇકો કાર પુરઝડપે હંકારી મુકતા પોલીસે જીપમાં ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર કાર સાતરડાના ડામોરના મુવાડા ગામે રોડ પર કાર મૂકી અંધારામાં ફરાર થઇ જતા પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂની 1151 કીં.રૂ.1.68 અને કાર મળી કુલ.રૂ.5.68 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા