અરવલ્લી જીલ્લાનું યુવાધન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તનતોડ મહેનત કરી રહ્યું છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર ટ્યુશન ક્લાસીસ અને લાઈબ્રેરી ધમધમી રહ્યા છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર પાવનસીટી કોમ્પ્લેક્ષમાં લાઈબ્રેરીનું સંચાલન કરતા યુવકે યુવતીને હેરાનગતિ કરતા યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા લાઈબ્રેરી દોડી આવ્યા હતા અને સંચાલક યુવકને ઢોર માર મારતા સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો જો કે હજુ સુધી આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ ન થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી લાઈબ્રેરી સંચાલકને અંગત અદાવતમાં માર પડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરમાં વિદ્યાર્થીઓને લાઈબ્રેરીમાં સાહિત્ય મળી રહે અને શાંતિપૂર્ણ વાંચન થાય તે માટે વાલીઓ ફી ભરી તેમના સંતાનને લાઈબ્રેરી અભ્યાસ માટે મોકલતા હોય છે પાવનસીટી કોમ્પ્લેક્ષમાં અનેક લાઈબ્રેરી અને ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે ત્યારે એક લાઈબ્રેરીના ઇશ્ક મીજાજી સંચાલક યુવકે લાઈબ્રેરીમાં વાંચન માટે આવતી યુવતીની પજવણી કરતા યુવતીએ સંચાલક યુવકને શાનમાં સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં નહીં માનતા સંચાલક યુવકની હેરાનગતિથી તંગ આવી ગયેલી યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારના યુવકો લાઈબ્રેરીમાં પહોંચી સંચાલક યુવકને ઢીબી નાંખતા ઇશ્કબાજીનો નશો ઉતરી ગયો હતો યુવકના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર લેવાની ફરજ પડી હતી લાઈબ્રેરી સંચાલકને ઢોર માર મારતા ભારે હોબાળો થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા