asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : મેઘરજની BOBમાંથી ગ્રાહકના 12.50 લાખની ચીલઝડપ કરનાર MPની કડિયાસાંસી ગેંગના ઘરેથી પોલીસ 5.70 લાખ લઇ આવી


મધ્યપ્રદેશની કડિયાસોસી ગેંગની મોડસ ઓપરેન્ડીસ બેંકમાં પૈસા ભરવા આવતા ગ્રાહકોની વોચ ગોઠવી તક મળે ત્યારે ગ્રાહકના રૂપિયા લઇ રફુચક્કર થઇ જતા હતા

Advertisement

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે
મેઘરજ બેંક ઓફ બરોડામાં IIFL ગોલ્ડ લોન કર્મીની નજર ચૂકવી ગઠિયો તેના સાગરીત સાથે 12.50 લાખ રૂપિયા ભરેલ થેલાની ચીલઝડપ કરી રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી મેઘરજ પોલીસે ચોરીનો ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન્સ સોર્સની મદદથી લાખ્ખો રૂપિયાની ચીલઝડપ કરનાર મધ્યપ્રદેશની કડિયાસાંસી ગેંગના ગામમાં જઈ ચોરી કરેલ 12.50 લાખમાંથી 5.70 લાખ રૂપિયા રિકવર કર્યા હતા પોલીસ રેડ જોઈ આરોપી ફરાર થઇ જતા ચોર અને અન્ય રૂપિયા પરત મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

મેઘરજ પ્રોબેશનલ પીઆઈ કે.એસ.પટેલ અને તેમની ટીમે બેંક ઓફ બરોડામાં IIFL ગોલ્ડ લોન કર્મીના 12.50 લાખ રૂપિયા ભરેલ થેલાની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા વિવિધ ટીમ બનાવી સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદ લઇ બેંકમાં ચોરી કરવા માટે સમગ્ર દેશમાં કુખ્યાત કડિયાસાંસી ગેંગ હોવાનું સામેલ હોવાની જાણ થતા પોલીસ તાબડતોડ મધ્યપ્રદેશ રાજગઢ જીલ્લાના કડિયા સાંસી ગામમાં ધામા નાખી સ્થાનિક પોલીસની મદદથી બેંકમાં ચીલઝડપ કરનાર ગેંગના આરોપી નકુલ રાજકુમાર સાંસી અને ક્રિશ સિકંદર સાંસી હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે બંનેના ઘરમાં ત્રાટકી ઘરમાં સંતાડેલ ચોરીના 5.70 લાખ રૂપિયા પરત મેળવ્યા હતા પોલીસે પહોંચે તે પહેલા બંને આરોપીઓ ફરાર થઇ ગયા હતા મેઘરજ પોલીસે ગણતરીના દિવસોમાં બેંકમાં થયેલ ચીલઝડપના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!