અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓમાં રેસ જોવા મળી રહી છે મોડાસા ટાઉન પોલીસે નવસેતખત મસ્જિદ નજીક ચાલતા-ફરતા વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કરી જુગાર રમાડતા ખેલીને દબોચી લીધો હતો જુગાર રમાડતા આરોપી પાસે આંકડાનો જુગાર રમવા આવેલ શકુનિઓ પોલીસ રેડ જોઈ ફરાર થઇ ગયા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા નવસેતખત મસ્જિદ આગળ ડાયરી સાથે હરતો ફરતો મુસ્તાક અહેમદ અબ્દુલ રહેમાન સાઈ (રહે,ધોબી ઢાળ) આંકફેરનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે તાબડતોડ રેડ કરતા મુસ્તાક અહેમદ સાઈની આગળ પાછળ જુગારના આંકડા રમવા ઉભેલ શકુનિઓનું ટોળું ફરાર થઇ જતા પોલીસે ગેમ્બલરને દબોચી લઈ તેની અંગજડતી લેતા તેની પાસેથી રૂ.670/- અને ડાયરી સહીતની સામગ્રી જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી