40 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લીઃબાયડ તાલુકાના વાંટડા(કાવઠ) ગામે ખેતરમાં છાપરા પાસે મગર આવી જતાં વનવિભાગે રેસ્કયું કરી સુરક્ષિત સ્થાને છોડી મુકાયો


બાયડ તાલુકાના વાંટડા કાવઠ ગામે ધામણી નદીના કિનારે ખેતરમાં ખેડૂતના છાપરા પાસે મગર આવી જતાં દોડધામ મચી જવા પામી હતી.
ખેડૂત પરિવારે મગરને જોઈ જતાં બૂમાબૂમ કરી મુકતાં ગ્રામજનોના ટોળેટોળાં મગરને જોવા ઉમટી પડ્યા હતા.
સ્થાનિક આગેવાનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગના કર્મચારીઓ તરત જ દોડી આવ્યા હતા.
વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે 8 ફૂટ જેટલા લાંબા મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેના કુદરતી નિવાસસ્થાને સલામત છોડી દેવામાં આવ્યો હતો.
ધામણી નદીમાં પૂરના કારણે મગર આવ્યો હોવાનું જાણકારોનું કહેવું થાય છે.
મગરનું સફળ રેસ્ક્યુ થઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!