અરવલ્લી જિલ્લામાં શનિવારે આકાશે કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વચ્ચે જિલ્લામાંથી પસારથતા પદયાત્રીઓ ચાલો બુલાવા આયા હૈ…માતાને બુલાયા હૈ ના જયઘોષ વચ્ચે આસ્થા સાથે વરસતા વરસાદવચ્ચે પંચમહાલ, સુરત ,વડોદરા,મહીસાગર,ખેડા જિલ્લાના પદયાત્રીઓનો ભારે ધસારો યથાવત જોવા મળ્યો હતો વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
જગત જનની માં અંબા ભવાનીના ભાદરવાના પૂનમના મહામેળા માં દૂરદૂર થી માઈભક્તો આ શક્તિપીઠ ને જોડતા માર્ગો પર સોમવારે ધોધમાર વરસાદ ની વચ્ચે આગળ વધી રહ્યા છે અરવલ્લી ની ગિરિમાળાઓ અને જાહેરમાર્ગો પર ધોધમાર વરસાદ જાણે વિઘ્ન બન્યો હોય તેમ પણ માં અંબે ના માઈ ભક્તો આસ્થા સાથે જય અંબેના નાદ સાથે માના રથ અને ભક્તો વરસાદ થી બચવા પ્લાસ્ટિક અને છત્રીઓ સાથે પસારથતા નજરે ચડતા હતા વરસાદી ની હેલી વચ્ચે ભીંજાતા માહોલ સાથે માઈભક્તો મુખે માં જગદંબાના સ્મરણ સાથે જાણે અગોચર શક્તિના સંચારથી ભારે ઉમંગભેર અંબાજી ના માર્ગો કાપી રહ્યા છે
મહારાષ્ટ્ર,સુરત,વડોદરા,નડિયાદ,પંચમહાલ,મહીસાગર ના માઈભક્તો ભજન કીર્તન સાથે ગરબાની રમઝટ થી આહલાદક અને ભક્તિમય માહોલ સર્જાયો છે.અરવલ્લી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર ઝરમર વરસાદ અને ભારે ઝાપટા સાથે એક કલાક માં એક ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને ખેતરોમાં ઉભેલા પાકને ફાયદારુપી વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો અને અસહ્ય બફારા અને ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા જિલ્લાવાસીઓ એ આંશિક રાહત અનુભવી હતી