શક્તિપીઠ અંબાજી માં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ગુજરાત સહીત અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ જગત જનની માં જગદંબાના ભાદરવી પૂનમના દર્શનાર્થે પહોંચે છે અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી હજ્જારો પદયાત્રીઓ પસાર થતા હોય છે જીલ્લાના માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ સલામતી માટે જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરિકે
તંત્રને તાકીદ કરી હતી જીલ્લા પોલીસતંત્ર દ્વારા હાઇવે રોડ પર ક્રોસિંગ રોડ પર બેરિકેડ ગોઠવવાની સાથે પોલીસ કર્મીઓ તૈનાત કર્યા છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર રોડ પરથી પસાર થતા પદયાત્રીઓની સુરક્ષા માટે સઘન નાઈટ પેટ્રોલિંગ, પદયાત્રીઓને રેડિયમ પટ્ટી લગાવી આપવાની સાથે સેવા કેમ્પ પણ ચાલુ કર્યા છે હાઇવે રોડ પર અકસ્માતની ઘટના ટાળવા માટે ક્રોસિંગ રોડ પર બેરિકેડ લગાવવાની સાથે ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મીઓ ખડેપગે ઉભા રાખવામાં આવ્યા છે પદયાત્રીઓ પસાર થતા માર્ગ પર સાઈન બોર્ડ અને પદયાત્રીઓને જમણી બાજુ ચાલવા સતત આહવાન કરવામાં આવ્યું છે