અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બંધ ઘર સલામત રહેતા ન હોવાની બૂમો છાસવારે ઉઠી રહી છે મોડાસા શહેર નજીક આવેલ આંગન રેસિડેંસી-2 માં રહેતો વેપારી તેના પરિવાર સાથે શામળપુર ગામમાં બીમાર સાસુની ખબર કાઢવા જતા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી દોઢ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો
મોડાસા શહેર નજીક સાકરીયા ગામની સીમમાં આવેલ આંગન રેસીડેન્સી-2 માં રહેતા અને ફ્લોર ફેક્ટરી ચલાવતા હાર્દિક કુમાર દિલીપભાઈ પ્રજાપતિ તેમના બીમાર સાસુની ખબર કાઢવા ગયા હતા રાત્રે મોડુ થતા સાસુમાના ઘરે રોકાઈ ગયા હતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ.રૂ.1.46 લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બીજા દિવસે ઘરે પરત ફરતા લોંખડની જાળી અને મુખ્ય દરવાજો તૂટેલો જોતા ઘરમાં દોડી ગયા હતા ઘરમાં તિજોરી અને કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમની ચોરી થયાની જાણ થતા વેપારીના માથે આભ તૂટી પડ્યું હતું બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ચોરીની ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી