અરવલ્લી જીલ્લામાં સડકછાપ રોમિયોથી યુવતીઓ, મહિલાઓ અને સગીરાઓ તંગ આવી ગઈ છે મોડાસા શહેરના શૈક્ષણિક સંકુલો, ટ્યુશન ક્લાસીસ બહાર રોમિયો અડિંગો જમાવતા જગજાહેર છે શાળા છૂટવાના સમયે અનેક લબરમૂછિયા રોમિયો હાઈસ્પીડ બાઈક સાથે સ્ટંટ કરતા હોય છે મોડાસા આઈટીઆઈ નજીક યુવતીને મોબાઇલ પર પજવણી કરતા યુવકને યુવતીના પરિચિત કે પરિવારના યુવકોએ બળજબરી પૂર્વક વાહનમાં લઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઇ જવાતા યુવકનું અપહરણ થયું હોવાનું જાણી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ટાઉન પોલીસે અંદરો અંદર સમાધાન થઇ ગયું હોવાથી પોલીસ ચોપડે કોઈ ગુન્હો નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ આઈટીઆઈ નજીક મંગળવારે બપોરના સુમારે ધોળે દહાડે સતત ધમધમતા રોડ પરથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવા જેવો ડ્રામાં સર્જાતા ભારે ચકચાર મચી હતી મોડાસા આઈટીઆઈ નજીક ઉભેલ યુવક પાસે એક યુવતી અને તેની સાથે ચાર-પાંચ યુવક પહોંચી યુવક સાથે રકજક કર્યા બાદ યુવકને બળજબરી પૂર્વક ખેંચી વાહનમાં બેસાડી ફરાર થઇ જતા યુવકનું અપહરણ થયું હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પોલીસ જીપ પણ સ્થળ પર પહોંચી હતી જો કે યુવતીના પરિચિત યુવકો યુવકને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઇ ગયા હતા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યા પછી યુવતીના પરિચિત યુવકો અને મોબાઈલ પર મેસેજ કરી પજવણી કરતા યુવક વચ્ચે સમાધાન થઇ જતા યુવક અને યુવતી સાથે રહેલા પરિચિતો પોલીસ સ્ટેશનમાંથી રવાના થઇ ગયા હતા