મેરા ગુજરાત, ઇડર
ટીવી ચેનલોનુ અસ્તિવ ન હતું ત્યારે નાટકો એકમાત્ર મનોરંજન નું સાધન હતું. હવે ટીવી ચેનલ અને ટેકનોલોજીના યુગમાં ભવાઈ, નાટક અને શેરીમાં યોજાતા વિવિધ કલાકારોના નૃત્ય લુપ્ત થઇ રહ્યા છે.
લુપ્ત થતી કળાને યાદ રાખવા 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. પહેલાના સમયમાં મનોરંજન ક્ષેત્ર ફિલ્મો, ટીવી સાથે ચેનલોનું અસ્તિત્વ નહતું ત્યારે નગરોમાં અને ગામોમાં ભવાઈ, રામલીલા, નાટકો મનોરંજન મેળવવા માટે એક માત્ર સાધન હતુ. સાબરકાંઠાના ભદ્રેસર જાદર, બડોલી, કાનપુર,મણીયોર, વિરપુર અને પાટણ સિધ્ધપુર મહેસાણાના રંગભૂમિ માટે જાણીતા રહ્યા છે. ભદ્રેસર અને જાદરમાં પહેલાના સમયમાં નાટક કંપનીઓ હતી. ભવાઈ અને નાટકો લુપ્ત થવાના આરે છે ત્યારે વિશ્વ રંગભૂમિદિન નિમિતે ઈડર પાસે આવેલ સાપાવાડા ડુંગળ ઉપર ગુફામાં બિરાજમાન મહાકાળી માના મંદિરે ભદ્રેસર ના નિકુલભાઈ નાયક, જનકભાઈ નાયક, સુબોધભાઈ નાયકને સાબરકાંઠા નાયક સમૂહ લગ્ન સમિતિનાં પ્રમુખ નિતીનભાઈ એન નાયક, મંત્રી દિનેશભાઈ એમ નાયકે આ ત્રણ કલાકારો નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યુ હતું અને આનર્ત પ્રદેશના કલાકારો યાદ કરવામાં આવ્યા હતા અને માતાજી ની આરાધના કરવામાં આવી હતી.