અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં છે દરરોજ લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્ય બની રહ્યા છે મોડાસા શહેરના જય અંબે પદયાત્રા સંઘના સદસ્ય અને ઓધારી નગરમાં રહેતા માઇભક્તનું અંબાજી ધામના પ્રવેશદ્વારે હાર્ટ એટેકમાં મોત નિપજતા શોકની લાગણી છવાઈ હતી પદયાત્રીના મોતના પગલે મોડાસા શહેર સહીત ભાવસાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી અંબે માતાના ચરણોમાં જય અંબે સંઘના પદયાત્રીના આકસ્મિક નિધનથી જય અંબે પદયાત્રી સંઘ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો
મોડાસા શહેરમાંથી જય અંબે પદયાત્રા સંઘ દ્વારા સતત 32માં વર્ષે પદયાત્રાનું 5 દિવસ અગાઉ પ્રસ્થાન થયું હતું જેમાં મોટી સંખ્યામાં મોડાસા શહેરના પદયાત્રીઓ જોડાયા હતા ગુરુવારે સંઘ અંબાજીના પ્રવેશ દ્વારે પહોંચ્યો ત્યારે એક અનહોની ઘટના બની હતી જેમાં છેલ્લા સાત વર્ષથી જય અંબે પદયાત્રા સંઘ સાથે માં જગદ જનની જગદમ્બામાં ને શીશ ઝુકાવવા નીકળેલા અને શહેરના ઓધારી નગરમાં રહેતા કિરીટ કુમાર બાબુલાલ ભાવસારને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડતા સંઘમાં રહેલા પદયાત્રીઓ ચોંકી ઉઠ્યા હતા તબીબે મૃત જાહેર કરતા પદયાત્રીઓમાં ભારે શોકની લાગણી છવાઈ હતું પદયાત્રીના પરિવારજનો ને જાણ થતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું સંઘ ધજા ચઢાવ્યા વગર મૃતક પદયાત્રીના મૃતદેહને લઇ ભારે હૈયે મોડાસા આવવા રવાના થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી