અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાંથી ભાદરવી પૂનમે દર વર્ષે મોટી સંખ્યામાં માઇ ભક્તો પદયાત્રા યોજી માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે માલપુર તાલુકાના જીતપુર ગામથી નીકળેલ સંઘ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી ટ્રેકટરમાં પરત ફરતા મોડાસાના મોટી ઈસરોલ નજીક ટ્રેકટર ટ્રોલીમાં બેઠેલ પદયાત્રી નીચે રોડ પર પટકાતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજતા કરુણાંતિકા સર્જાઈ હતી અકસ્માતમાં યાત્રાળુનું મોત નિપજતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર તાલુકાના જીતપુર ગામના માઇ ભક્તો અંબાજી મંદિરના દર્શનાર્થે ગયા હતા ટ્રેકટર ટ્રોલીમાં બેસી પરત ફરી રહ્યા હતા મોડાસા-શામળાજી હાઇવે પર મોટી ઈસરોલ ગામ નજીક ટ્રેકટર ટ્રોલીમાં બેઠેલ સોમાભાઈ નામના શ્રદ્ધાળુ અગમ્ય કારણોસર નીચે રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજતા ટ્રેકટરમાં રહેલા અન્ય માઇ ભક્તોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી