ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબના જન્મદિન ઈદે મિલાદની મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં ઉજવવામાં આવ્યો હતો. ઈદે મિલાદના પર્વ નિમિત્તે મોડાસા શહેરમાં યોજાયેલા ભવ્ય જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાજરોએ ભાગ લીધો હતો. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઈદે મિલાદ પર્વની ઉજવણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
ભક્તિ, પ્રાયશ્ચિત્ત, ઇચ્છા-અપેક્ષાઓનો ત્યાગ, સંતોષ, સત્યતા, ચિંતન, સલાહ-માર્ગદર્શન, આઘ્યત્મિક જ્ઞાન, પ્રેમ-લાગણી, પ્રાયશ્ચિત, ધીરજ, આશા, ભાઈચારાની ભાવના અને એકેશ્વરવાદનો સંદેશો ફેલાવનાર ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ ની ખુશી માં ઇદે મિલાદ પર્વ મનાવવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે હજરત મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મદિવસની ખુશીમાં તમામ મુસ્લિમ બિરાદરોએ મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરી હતી. મુસ્લિમ બિરાદરોએ મોડાસાની મસ્જિદોમાં જઈ હજરત મોહમ્મદ પયગંબર સાહેબના પવિત્ર બાલ મુબારક ના દર્શન કર્યા હતા. મોડાસાના મુસ્લિમ વિસ્તારનાં વોહરવાડ,કસ્બા,
ઘાંચીવાડા,ચાંદ ટેકરી અને રાણા સૈયદમાં જમાતના લોકોએ ધાર્મિક જુલુસ કાઢતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.