છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરના સિનિયર ફોટો જર્નાલિસ્ટના કેનેડાથી અભ્યાસ કરી પરત ફરેલ 21 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા રાત્રીના સુમારે ઘરમાં ઢળી પડતા પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનો સહીત શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
હિંમતનગર શહેરમાં રહેતા અને અગ્રણી દૈનિક પેપરમાં વર્ષોથી ફોટો જર્નાલિસ્ટ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ રાવલનો 21 વર્ષીય પુત્ર કેવિન રાવલ કેનેડા ત્રણ વર્ષ અભ્યાસ કર્યા બાદ થોડા સમય અગાઉ હિંમતનગર પરિવાર સાથે રહેવા આવ્યો હતો ગત રોજ રાત્રીના સુમારે એસિડિટી થતા આઈસ્ક્રીમ ખાધા બાદ તેના રૂમમાં ગયો હતો થોડી વાર પછી રૂમની બહાર આવી ઉપરના માળની સીડી ચઢવા જતા અચાનક ઢળી પડતા ઘરમાં મહેમાનો સાથે વાત કરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા હસતો ફરતો પુત્ર અચાનક ઘરમાં સુન્ન થઇ જતા તાબડતોડ ખાનગી વાહનમાં સારવાર અર્થે લઇ જતા તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી 21 વર્ષીય કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર શહેર અને પત્રકાર આલમમાં શોકની લાગણી છવાઈ હતી