Mera Gujaratની ટીમે તત્કાલીન કલેકટર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર GIDC નરેન્દ્ર મીણાનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે મને પણ ધારાસભ્યના આક્ષેપથી આશ્ચર્ય છે કહ્યું
Advertisement
અરવલ્લી જીલ્લાના બાયડમાં અપક્ષ અને ભાજપને ટેકો જાહેર કરનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જીલ્લાના વિકાસના કામકાજ માટેની સરકારે ફાળવણી કરેલ અંદાજીત 10 કરોડ ડી.એમ.એફ ગ્રાન્ટમાંથી પૂર્વ કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા અને તેમના અધિકારીઓએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરી 5 કરોડ જેટલા રૂપિયાની ખિસ્સામાં સરકાવી લીધા હોવાનો આક્ષેપ કરી વિજિલન્સ તપાસની માંગ કરતા જીલ્લા સહીત ગાંધીનગર સુધી ખળભળાટ મચ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ અરવલ્લી કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા સામે કરેલ ગંભીર આક્ષેપના પગલે સચિવાલય થી કમલમ સુધી તેમજ આઈએસ લોબીમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગાંધીનગર
સર્કિટ હાઉસમાં શુક્રવારે પ્રેસ કોન્ફ્રન્સ કરી અરવલ્લી જીલ્લાના વિકાસના કામોમાંથી તત્કાલીન કલેક્ટર ર્ડો.નરેન્દ્ર મીણા અને તેમની નીચે કામકાજ કરનાર અધિકારીઓએ કરોડો રૂપિયાની કટકી કરી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણાની અધ્યક્ષતામાં ગેરરીતી આચરી 10 કરોડનાં કામમાં 3-4 કરોડનાં કામ કર્યા બાદ બાકીની રકમમાં ગેરરીતિ થયાનો જણાવી આ અંગે વિજિલન્સમાં રજુઆત કરી તેમજ અન્ય વિકાસના કામોમાં થયેલ ગેરરીતિ અંગે તપાસ ચાલુ હોવાનું કહીં વિકાસના કામોની પૂર્વ કલેક્ટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરતા વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જો કે સરકારે વિકાસના કામ માટે આપે ડીએમએફની 10 કરોડની ગ્રાન્ટમાંથી ખરીદી કરેલ આર.ઓ.પ્લાન્ટ,સ્માર્ટ ક્લાસ, રમત-ગમતના સાધનો,હાઇજીન કીટ,પુસ્તકાલય સહીત અન્ય કામ માટે ફાળવણી કરેલ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ તત્કાલિન કલેકટર નરેન્દ્ર મીણા અને તેમના મળતિયા અધિકારીઓએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો આ અંગેવિજીલન્સમાં રજૂઆત કરવાનો છું. આ ગેરરીતીઓ મામલે મારા જિલ્લામાં અન્ય ગેરરીતીઓ બાબતે હું તપાસ કરી રહ્યો છું. પૂર્વ કલેક્ટર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. કોઈનું અંગત હિત જાળવવા નાણાંની ફાળવણી હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. 10 કરોડની ગ્રાન્ટમાંથી ફાળવણી કરેલ ચીજવસ્તુઓની બજાર કિંમત 4 થી 5 કરોડ રૂપિયા થાય છે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજુઆત કરવાનો હુંકાર કર્યો હતો
અરવલ્લી તત્કાલીન કલેકટર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર GIDC નરેન્દ્ર મીણાના જણાવ્યા અનુસાર
અરવલ્લી જીલ્લા પૂર્વ કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા સાથે મેરા ગુજરાતની ટેલિફોનિક સંપર્ક કરતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરેલ આક્ષેપ સામે અચરજ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણી મારે જે તે કચેરીમાં કરવાની હોય છે અને સંલગ્ન કચેરી દ્વારા ખરીદી અને વિકાસના કામ કરવાના હોય છે મારી અધ્યક્ષતામાં નિયમ અનુસાર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરેલ આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા