અરવલ્લી જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા કડક કાર્યવાહીના આદેશ આપવાની સાથે જીલ્લામાં જુગારની પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરવા તાબાના અધિકારીઓને સઘન પેટ્રોલીંગ કરી જુગારીઓને ઝડપી પાડવાની સૂચના આપતા જીલ્લા પોલીસતંત્રએ શકુનિઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે મોડાસા ટાઉન પોલીસે કસ્બા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શકુનિઓને કોર્ડન કરી ઝડપી પાડી 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે મોડાસા શહેરમાં વરલી-મટકાના જુગારમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા કસ્બા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગારીઓ ગંજી પત્તાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી આધારિત સ્થળે ત્રાટકી શકુનિઓને કોર્ડન કરી લેતા શકુનિઓ ચોંકી ઉઠ્યા હતા ટાઉન પોલીસે સ્થળ પરથી 1)અશરાર ઉર્ફે કાલુ હુસૈન મોં.ઉસ્માન શેખ (રહે,સદાકત સોસાયટી),2) મુસ્તુફા ગુલામહુસેન સુથાર (રહે,કીડીયાદ સોસાયટી),3)યુનુસ અયુબ મલેક (રહે,બોરડીયા ફળી,કસ્બા),4)ગુલામ મોયુદ્દીન રહીમખાન બલોચ (રહે,મોટી મસ્જિદ નજીક, કસ્બા),5)મોં.આસીફ મોં.રફીક સુથાર (રહે, મોઘલવાડા,કસ્બા),6)સાબુદ્દિન ગુલામહુસેન કાજી (રહે,ઘોરીઓના ચોક, કસ્બા) અને 7)પરવેજ ઇનાજ હુસેન રાઠોડ (રહે,રાઠોડ ફળી,કસ્બા) ને દબોચી લઇ હારજીતની બાજી પર લગાવેલ અને અંગજડતી કરતા મળી આવેલ કુલ રૂ.11740/- અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી સાત શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી