39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાના અમરાપુર ગામમાં મહિલાઓનું હૈયાફાટ આક્રંદ, પોલીસ કાફલો તૈનાત, જમીનનો કબજો આપવા પોલિસ બંદોબસ્ત સાથે માપણી


અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના અમરાપુર ગામમાં માઝુમ ડેમના અસરગ્રસ્તોએ વર્ષોથી ખેડાણ કરતી જમીન પુનઃ વસવાટ કચેરી દ્વારા અન્ય અસરગ્રસ્તોને ફાળવી દેતા છેલ્લા કેટલાય સમયથી ખેડૂત પરિવારો વિવિધ રૂપે આંદોલન કરી રહ્યા હતા ગાંધી જયંતિ દિવસે સામુહિક જળ સમાધી લેવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતાઘાટો કરી હતી કલેકટર અને એસપીની મુલાકાત કર્યા બાદ સામુહિક જળ સમાધી મૌકૂફ રાખી હતી અને ગામમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ જીવ રહે ત્યાં સુધી ખેડાણ જમીન માટે લડત આપવાનો હુંકાર કર્યો હતો ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ પણ સમર્થન આપ્યું હતું

Advertisement

Advertisement

અમરાપુર ગામમાં શુક્રવારે સવારે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ડીવાયએસપી સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અમરાપુર ગામમાં ઉતરી આવતા સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયો હતો તંત્ર દ્વારા અરજદારને જમીન માપણી કરી આપવાની કામગીરી હાથધરતા વર્ષોથી કબ્જો ધરાવતા ખેડૂત પરિવારો વિરોધ નોંધાવતાં માપણી સ્થળે પહોંચતા માપણી સ્થળે હાજર પોલીસે 50 જેટલા મહિલા અને પુરુષની અટકાયત કરી હેડક્વાટર ખસેડાયા હતા વર્ષોથી ખેડાણ કરતી જમીન છીનવાઈ જતા મહિલાઓએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયા હતા તંત્ર દ્વારા જમીન માપણી પૂર્ણ કરી અરજદારને જમીનનો કબ્જો સોંપવા તજવીજ હાથધરી હતી

Advertisement

Advertisement

ખેડૂતોનું શું કહેવું હતું, મોડાસા તાલુકાના સાયરા છાપરા ગામે માઝૂમ જળાશય બનાવવા માટે વર્ષ 1982માં જમીન સંપાદન માટે હુકમ કર્યો હતો, ત્યારથી તેઓ જમીન ડૂબમાં જવાથી નિરાધાર બન્યા છે… અસરગ્રસ્તોનું કહેવું છે કે, જે જમીન પર તેમનો ભોગવટો હતો, તે જમીન અન્ય વ્યક્તિને બારોબાર ફાળવી દેવામાં આવી છે,,, આ રીતે અસરગ્રસ્તોની જાણ બહાર જમીન ફાળવણી કરી દેવાતા 26 જેટલા ખેડૂત ખાતેદારોને અન્યાય થયો છે…. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર ને આ અંગે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું એટલું જ નહીં જળ સમાધિની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!