ડિજિટલ યુગમાં ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે પોલીસતંત્ર સાયબર ક્રાઈમથી બચવા સતત જનજાગૃતિ કાર્યક્રમો કરવા છતાં સાયબર ગઠીયાઓની જાળમાં અનેક લોકો ફસાઈ લાખ્ખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ભિલોડાના ખલવાડ ગામના નિવૃત્ત બેંક મેનેજર સાથે ૪ ઈસમોએ વિશ્વાસ કેળવી લોભામણી લાલચો આપી છેતરપિંડી આચરતા રૂપિયા 12.55 લાખની ઠગાઈ નો કિસ્સો પ્રકાશમાં આવતા જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ક્યારે પણ ભુખે મરતા નથી ? કહેવત અનુસાર કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.ભિલોડા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખલવાડ ગામના રહેવાસી અને બેંક ઓફ બરોડા,શામળાજીના નિવૃત્ત બેંક મેનેજર સાથે શેર બજારમાં ટ્રેડિંગ સંદર્ભે કોઈ અજાણ્યા ૪ ઈસમોએ લોભામણી લાલચો આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેઓના બેંક ના ખાતામાંથી રૂ. 12.55 લાખની છેતરપિંડી આચરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ૪ ઈસમો વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ બુન્નાબેન ના જણાવ્યા મુજબ ખલવાડ ગામ રહેવાસી. બેંક ઓફ બરોડા, શામળાજી ના નિવૃત્ત મેનેજર ને હિન્દી ભાષામાં વાતચીત કરતા ૪ ઈસમોએ નિવૃત્ત મેનેજર ને વારંવાર કોલ કરી શેર બજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરીને લોભામણી અવનવી લાલચો આપી વિશ્વાસ સંપાદન કરીને શેર બજારમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેમ જણાવી ઠગ ટોળકીના ગઠીયાઓના એચ.ડી.એફ.સી બેંક એકાઉન્ટ નંબર. ૫૦૨૦૦૦૪૧૯૦૨૯૭૩ માં પેમેન્ટ જમા કરાવી છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે.
ભિલોડાના ખલવાડ ગામના બેંક ઓફ બરોડાના નિવૃત્ત બેંક મેનેજરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંદર્ભે ધ્વાર ખખડાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.સિધ્ધાર્થ,સાગર જૈન,વિશાલ શાહ
વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.