asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

અરવલ્લી : મહીસાગરના પદયાત્રીને ધનસુરા નજીક કચડનાર ટેમ્પો ચાલક ને પોલીસે દબોચી લીધો,પદયાત્રી યુવકના પરિવારે અંગ દાન કર્યું હતું


અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી કાઢી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ધનસુરા પોલીસે ધનસુરા નજીક મહીસાગર ઓથવાડ ગામના પદયાત્રીને અડેફેટે લઈ મોત નિપજાવી ફરાર
બુટાલ ગામના દિનેશ કાળાભાઇ ડાભી નામના ટેમ્પો ચાલકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

મહીસાગર જીલ્લાના ઓથવાડ ગામના અશ્વિનભાઈ દશરથભાઈ રાવળ તેમના બે મિત્રો સાથે 24 સપ્ટેમ્બરે પગપાળા અંબાજી નીકળ્યા હતા બાયડ થી ધનસુરા તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી અજાણ્યા વાહને અડફેટે લેતા પદયાત્રી યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા બાદ માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે અમદાવાદ સારવાર અર્થે ખસેડાતા યુવકનું બ્રેઈન ડેડ થયા બાદ મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી મૃતક પદયાત્રી યુવકના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ધનસુરા પોલીસે ફરાર વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

ધનસુરા પીએસઆઇ એસ.જે.દેસાઈ અને તેમની ટીમે અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા સીસીટીવી કેમેરા ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસની મદદ વડે શંકાસ્પદ વાહનો ડિટેકટ કરી વાહનચાલકોની પૂછપરછ કરતા ટેમ્પો ચાલક દિનેશ કાળાભાઇ ડાભી (રહે,બુટાલ-ધનસુરા)એ અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરી લેતા પોલીસે અટકાયત કરી હતી ધનસુરા પોલીસે ગણતરીના દિવસોમાં અકસ્માતે મોતનો ગુન્હો ઉકેલી કાઢવામાં સફળ રહી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!