દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં અને ક્યારે મતદાન થશે, પરિણામ ક્યારે જાહેર થશે?
મિઝોરમ- 7 નવેમ્બર
મધ્ય પ્રદેશ- 17 નવેમ્બર
છત્તીસગઢ- 7 અને 17 નવેમ્બર
રાજસ્થાન – 23 નવેમ્બર
તેલંગાણા- 30 નવેમ્બર
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં અલગ-અલગ ચાર તારીખો ચૂંટણી માટે જાહેર કરી છે, જેમાં 7, 17, 23 અને 30 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, તો બીજી બાજુ તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે એકસાથે આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.
મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.