ધોળીડુંગરીથી સાઠંબા થઈને માધવ ચોકડી સુધીના માર્ગનું નવિનીકરણ ક્યારે કરવામાં આવશે..??
ધોળીડુંગરીથી સાઠંબા થઈને માધવ ચોકડી સુધીનો મુખ્ય માર્ગ આ ચોમાસામાં ચીંથરેહાલ થઈ ગયેલો નજરે પડી રહ્યો છે.
આ માર્ગ પર એટલા ખાડા પડી ગયા હતા કે માર્ગમાં ખાડા છે કે ખાડામાં માર્ગ છે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું.
ખસ્તાહાલ માર્ગના મિડિયામાં સમાચારો આવતાં સફાળા જાગેલા માર્ગ અને મકાન વિભાગે આ માર્ગ પર થીંગડાં તો માર્યા પણ તેમાં પણ વેઠ ઉતારી….!!!!
થીંગડાં એવાં માર્યા કે માર્ગ જમ્પીંગ રોડ બની ગયો…!!!
માર્ગના સમારકામમાં મારેલા થીંગડાં પણ થોડા દિવસો પછી ઉખડી જવા પામ્યાં છે…!!!
આ વિસ્તારની જનતાની માંગ છે કે ધોળીડુંગરીથી સાઠંબા થઈને માધવ ચોકડી સુધીના માર્ગનું નવીનીકરણ ક્યારે કરવામાં આવશે….???