શહેરા,
GCERT ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા તાલુકા શિક્ષણ સમિતિ શહેરા તથા બ્લોક રિસોર્સ શહેરના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 મોડેલ સ્કૂલ કાંકરી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતુ.તાલુકાના 22 ક્લસ્ટર માંથી 110 જેટલી મુખ્ય થીમ સમાજ માં વિજ્ઞાન ટેકનોલોજી નો ઉપયોગ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી .જેમાં ચંદ્રયાન અને લેન્ડર રોવરે સૌને ઉત્સાહિત કર્યા ,ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ તમામ કૃતિ રજૂ કરનાર માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી આગામી સમય મા શહેરા તાલુકો જિલ્લા અને રાજ્ય માં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને તાલુકાના બાળકો ને સારું શિક્ષણ મળે તે માટે શુભાષિશ પાઠવ્યા હતા.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૃણાલ હઠીલાદ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે શુભાષિશ પાઠવ્યા હતા.સાથે ડાયટ ના સિનિયર લેક્ચરર દ્વારા પણ શહેરાનું પ્રદર્શન જિલ્લા માં ઇનોવેટિવ કાર્ય સાથે કાર્ય કરે છે તેમજ બાળવૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિક બનવા માટે આર્શીવચન આપ્યા હતા.કૃતિ સાથે આવેલ બાળ વૈજ્ઞાનિકો ને સ્કૂલબેગ,વોટરબેગ,ક્લિપબોર્ડ, કંપાસબોક્સ અને શૈક્ષણિક લીધેલ તમામ બાળકોને શૈક્ષીક સંઘ,ઘટક સંઘ અને તાલુકના શિક્ષકમિત્રો દ્વારા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કૃતિ માં હાજર તેમજ વિજેતા તમામ બાળકો ને ટ્રોફી, શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.