બાયડ મામલતદાર કચેરી ખાતે અરજદારો માટે પીવાના પાણીની જગ્યાએ સ્વચ્છતા, પંખાની વ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ બાબતે અવારનવાર અખબારોમાં સમાચારો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે
આખા ભારત દેશમાં પ્રધાનમંત્રીના સ્વચ્છતા હી સેવા સુત્ર અનુસાર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
બાયડ મામલતદાર કચેરીમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બાયડ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં આવેલા અરજદારો માટેના શૌચાલયમાં પોટલીઓની કોથળીઓ તથા બોટલો અને અનેક પ્રકારની ગંદકીનો ખડકલો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હવે ક્યાંકને ક્યાંક સવાલ એ ઉભો થાય છે કે શું આ ગંદકી સરકારી બાબુઓને નથી દેખાતી…???
બાયડ મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની જગ્યાએ સ્વચ્છતા નથી, અરજદારોને બેસવાની જગ્યા પર પંખાની વ્યવસ્થા બાબતે અવારનવાર અખબારી માધ્યમોમાં સમાચારો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે
એકબાજુ મામલતદાર કચેરીના સરકારી બાબુઓ સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન કરાવી રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીના પટાંગણમાં જ ગંદકીના વરવા દ્રશ્યો સામે આવતાં વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે…