અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી પર્વમાં દારૂની રેલમછેલ કરવા તલપાપડ બનેલા બુટલેગરો સામે જીલ્લા પોલીસતંત્ર શખ્ત કાર્યવાહી કરવાની સાથે વીણીવીણીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે ગણેશપુર (હજીરા) વિસ્તારમાં ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા જીગર ડામોર નામના બુટલેગરને દબોચી લઇ 6 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગણેશપુર (હજીરા)માં રહેતો જીગર જેઠાજી ડામોર તેના ઘરે વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા તાબડતોડ જીગર ડામોરના ઘરે ત્રાટકી તલાસી લેતા ઘરમાંથી દારૂનો જથ્થો ન મળતા પોલીસને ઘરની આજુબાજુમાં ઝાડી-ઝાંખરા જોવા મળતા તેને હટાવતાની સાથે પોલીસની આંખો પહોળી થઇ ગઈ હતી જીગર ડામોરનો વિદેશી દારૂ સંતાડવાના નુસ્ખાનો પર્દાફાશ થઇ ગયો હતો પોલીસે ઝાડી-ઝાંખરામાં સંતાડેલ વિદેશી દારૂ-બિયર નંગ-68 કીં.રૂ.6642/-નો જથ્થો જપ્ત કરી જીગર ડામોર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો