જીલ્લા કલેકટરે કહ્યું ,ભણતરથી જીંદગીનું ઘડતર થાય છે,અને ઘડતરથી જીંદગી ઘડાય છે
વિદ્યાર્થીઓને જે વિષયો સમજાતા નથી તેવા દરેક વિષયો માટે અલગથી સમય ફાળવવામા આવે.જેનાથી અઘરા વિષયોમાં થતા પ્રશ્નો સરળ બનાવી શકાયAdvertisement
અરવલ્લી જિલ્લાની શાળાઓમાં પરિણામ સુધારણા માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત, 5 -8- 2023 થી મહત્વકાંક્ષી એવો “જ્ઞાનપથ ધ -વે ટુ નોલેજ” પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ તબક્કામાં શાળાનું પરિણામ ૩૦% કરતાં ઓછું હોય તેવી ૨૮ શાળાઓ અને દ્વિતીય તબક્કામાં ૩૧% થી ૫૦% નું પરિણામ ધરાવતી ૪૬ શાળાઓ સાથે કુલ ૭૬ શાળાઓમાં આ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
“જ્ઞાનપથ ધ -વે ટુ નોલેજ” પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા ભિલોડા તાલુકાના દેવભૂમિ વિદ્યાલય, વાઘપુર ખાતે મુલાકાત કરવામાં આવી. અને ત્યાંના વિદ્યાર્થીઓને કલેક્ટરશ્રી દ્વારા ભણતર સાથે જ્ઞાન પણ આપવામાં આવ્યું.દેવભૂમિ વિદ્યાલય, વાઘપુરના વિદ્યાર્થીઓ માટે એક અનોખો અનુભવ અને અરવલ્લી જિલ્લાના કલેક્ટર તેમના શિક્ષક બન્યા અને તેમના પાસેથી કંઈક નવું શીખવા મળ્યું તેનો આનંદ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર દેખાતો હતો.
કલેક્ટરે મુલાકાત દરમ્યાન જણાવ્યું, કે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવી પધ્ધતિથી પાયો મજબૂત બંને તેવી રીતથી ભણાવવું, વિદ્યાર્થીઓને જે વિષયો સમજાતા નથી તેવા દરેક વિષયો માટે અલગથી સમય ફાળવવામા આવે.જેનાથી અઘરા વિષયોમાં થતા પ્રશ્નો સરળ બનાવી શકાય છે
અરવલ્લી જિલ્લાની સરકારી શાળાઓમાં ભણતર મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાનો શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે.નવી શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમનો લાભ અને અનુભવી શિક્ષકોના અનુભવ અને નિપુણતાનો લાભ સતત મળતો રહે તે માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે