શરદ પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી હજારો ભક્તોએ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી
Advertisement
આસો સુદ શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવાર થીજ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા.વહેલી સવારથી ભક્તો લાંબી લાઈનો માં ઉભા રહીને ભગવાન શામળીયા દશૅન કરવા અધીરા બન્યા હતા શરદ પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને વિશેષ સફેદ ઝરીના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરાયા હતા જ્યારે નિજમંદિરનન ફૂલોથી સજાવાયું હતું. ખાસ કરીને આજે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે ત્યારે આ વિશેષ સંયોગના દિવસે ભગવાનના દર્શનનું અનેરું મહત્વ હોવાને પગલે હાજરો ભક્તો ભગવાનના દર્શન માટે યાત્રાધામ ખાતે ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.મંદિર પરિસરમાં તથા બજાર વિસ્તારમાં હાઇવે રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભગવાન નાં દશૅન કરીને ભક્તો બજારમાં થી ખરીદી કરતા હતા
મંદિર નું ભોજનાલય બંધ થવાથી હજારો ભક્તો ને ભુખ્યા પેટે પરત ફર્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ભોજનાલય માટે જગ્યા નાં હોવાથી તથા બીજી જગ્યાની સગવડ નાં થાય ત્યાં સુધી બંધ રાખેલ છે