ભિલોડાના ખેરોજકંપા ગામમાં મધ્ય રાત્રે અજાણ્યા ચાર ઈસમોએ મધ્ય ખેડૂત પર હુમલો કર્યો ગડદાપાટુનો માર માર્યો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખેરોજકંપા ગામમાં વયોવૃદ્ધ ખેડૂત પર અજાણ્યા ચાર ઈસમોએ મધ્ય રાત્રે હુમલો કર્યો હતો.કોઈ પણ અગમ્ય કારણોસર ગડદાપાટુનો માર માર્યો હતો.બિભત્સ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.ગ્રામીણ વિસ્તારોમાં વસતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.પોલીસે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ના જણાવ્યા મુજબ ખેરોજકંપા ગામના ખેડૂત જયંતિભાઈ પટેલ તેઓના ઘરે મધ્યરાત્રે સુતા હતા.અજાણ્યા ચાર ઈસમો પ્લેઝર મોપેડ અને સ્વીફ્ટ કાર લઈ ને આવ્યા હતા.અજાણ્યા ઈસમોએ તેઓના મોંઠા પર રૂમાલ બાંધી આવ્યા હતા.ચાર અજાણ્યા ઈસમો માંથી બે અજાણ્યા ઈસમો વયોવૃદ્ધ ખેડૂતની છાંતી પર બેસી ગયા હતા.ખેડૂતના પત્ની લીલાબેન પટેલએ એકા-એક બુમરાડ મચાવતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા.અજાણ્યા ચાર હુમલાખોરો તેઓનું નંબર પ્લેટ વગર નું પ્લેઝર મોપેડ બિનવારસી મુકીને સિલ્વર રંગની સ્વીફ્ટ કારમાં પલાયન થઈ ગયા હતા. ભિલોડા તાલુકાના ખેરોજકંપા ગામના સંજયભાઈ મણીભાઈ પટેલએ અજાણ્યા ચાર હુમલાખોરો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો તેજગતિએ ગતિમાન કર્યા છે